ડોનાલ્ડ ટ્રમ્પ 2024માં ત્રીજી વખત લડશે રાષ્ટ્રપતિની ચૂંટણી

2022-11-16 387

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે બુધવારે પુષ્ટિ કરી છે કે તેઓ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના દાવેદાર હશે. આ સંબંધમાં ટ્રમ્પે ફેડરલ ચૂંટણી પંચને સત્તાવાર દસ્તાવેજો જમા કરાવ્યા છે.

2024ની ચૂંટણીમાં ટ્રમ્પના દાવા પર પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું છે કે ટ્રમ્પે અમેરિકાને નિરાશ કર્યા છે. બાઇડેને આ અંગેનો વીડિયો શેર કર્યો.