કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આયોજીત 'ભારત જોડો યાત્રા' હિંગોલીથી મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના વાશિમ જિલ્લામાં પહોંચી હતી. વાયનાડના સાંસદે કહ્યું કે માત્ર કોંગ્રેસ જ બંધારણનું રક્ષણ કરી શકે છે, આદિવાસીઓને શિક્ષણ આપી શકે છે અને તેમની જમીન અને અધિકારોનું રક્ષણ કરી શકે છે. રાહુલ ગાંધીએ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની જન્મજયંતિ પર બપોરે એક જનસભાને સંબોધી હતી. રેલીમાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. તેમણે બિરસા મુંડા અને સાવરકર વચ્ચે સરખામણી કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે બિરસા મુંડા તેમના આદર્શોને લઇને ખુબજ મક્કમ હતા.