શ્રદ્ધા હત્યા કેસમાં આરોપી આફતાબની કબૂલાત બાદ પોલીસ હવે પુરાવા શોધી રહી છે. આફતાબે કહ્યું મૃતદેહના ટુકડા - ક્યાં છુપાવ્યા? આ જાણવા માટે પોલીસ તેની સાથે જંગલોમાં જઈ રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આફતાબે હત્યાની કબૂલાત કરી છે. જોકે મીડિયા દ્વારા આફતાબને સવાલો પૂછવામાં આવ્યા હતા પરંતુ તે મૌન રહ્યો હતો.