ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પર આયોજિત G-20 દેશોની સમિટમાં PM નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી હતી. જી-20 સમિટ સ્થળ પર બાઇડેન પીએમ મોદીની બાજુમાં બેસવાના હતા. બાઇડેનને આવતા જોઈને પીએમ મોદી તેમને મળવા તેમની ખુરશી પરથી હટીને પાછળ જવા માટે ફરી રહ્યા હતા ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ઝડપથી તેમની ખુરશી પાસે આવ્યા હતા. બાઇડેન દૂરથી હાથ લંબાવી રહ્યા હતા જેથી કરીને તેઓ પીએમ મોદી સાથે હાથ મિલાવી શકે. બાઇડેનના આ મૈત્રીપૂર્ણ વર્તનને જોઈને પીએમ મોદી સાથે માત્ર હાથ જ મિલાવ્યો નહીં પણ તેમને ગળે લગાવીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું.