તુર્કીના ઈસ્તાંબુલમાં વ્યસ્ત રોડ પર થયેલા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે આ વિસ્ફોટમાં 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટના બાદ સ્થાનિક પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. આ બધાની વચ્ચે આ બ્લાસ્ટ સાથે જોડાયેલો એક વીડિયો પણ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિસ્ફોટના જોરદાર અવાજ સાથે આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળી રહી છે. આ બ્લાસ્ટ બાદ ત્યાં હાજર લોકો ભાગતા જોવા મળે છે. તુર્કીના રાષ્ટ્રપતિ એ હુમલાને આતંકી ષડયંત્ર હોવાનું કહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે જે વિસ્તારમાં વિસ્ફોટ થયો છે તે એવન્યુ, દુકાનો અને રેસ્ટોરાંથી ઘેરાયેલો છે. તે સામાન્ય રીતે ગીચ હોય છે કારણ કે તે પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ખૂબ જ લોકપ્રિય છે.