સતત પડી રહેલા વરસાદથી દક્ષિણ ભારતના કેટલાયે વિસ્તારોમાં જળબંબાકાર છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. પાણીનું જળસ્તર વધી રહ્યુ છે. જેનાથી ટ્રાફીકજામના દૃશ્યો જોવા મળે છે. શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રોજબરોજવું જીવન ખોરવાયુ છે. લોકોને પારાવાર મુશ્કેલીઓ નડી રહી છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા સામાન્ય જીવન ખોરવાયુ છે.