સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રાજીનામાંની જાણ કરી

2022-11-12 833

BTP અને BTTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા છોટુ વસાવાની અવગણના થતા હોવાના આક્ષેપ સાથે છોટુ વસાવાના પુત્રએ રાજીનામું આપ્યું છે. દિલીપ વસાવાએ BTP અને BTTSના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. વસાવાએ સોશિયલમાં પોસ્ટ કરીને રાજીનામાંની જાણ કરી હતી. વસાવાએ જણાવ્યું કે, ST, SC, OBC, માઈનોરિટી સમાજના અધિકારોની લડાઈને નુકશાન થઈ રહ્યું છે. હાલ દિલીપ વસાવા BTP અને BTTS માં ગુજરાતના મહા સચિવ હતા.