ગાંધીનગરમાં કમલમ ખાતે કોંગ્રેસ જિંદાબાદના નારા લાગતા ખળભળાટ

2022-11-12 1,906

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ ભાજપના કાર્યકર્તાઓએ ભડકો કર્યો છે. વિજાપુર બેઠક પર ભાજપમાં નારાજગી જોવા મળી છે. જાહેર થયેલા ઉમેદવાર સામે નારાજ લોકો ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા. વિજાપુરના નારાજ કાર્યકર્તાઓને મહામંત્રી પ્રદીપ સિંહે સાંભળ્યા હતા.

પ્રદીપ સિંહે કહ્યું કે આજે કેટલાંક કાર્યકર્તાઓ એમના વ્યક્તિગત પ્રશ્નો રજૂ કરવા કમલમ ખાતે આવ્યા હતા. તેમની રજૂઆતો યોગ્ય જગ્યાએ પહોંચાડીશ. કાર્યકર્તા ભારતીય જનતાની તાકાત છે. કાર્યકર્તાઓને તેમનો અવાજ પહોંચાડવાનો અધિકાર છે અને તેમને સાંભળવાની અમારી ફરજ છે. તમારી સુધી માહિતી આવી તે અયોગ્ય છે. ભાજપના કાર્યકર્તાઓ શિસ્તામાં માને છે.