હું ક્યારે પણ ભાજપમાં નથી જવાનો અમે વેચાઉ માલ નથી: કિરીટ પટેલ

2022-11-12 8

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા પછી પણ પક્ષપલટુઓ અદલા-બદલી કરી રહ્યા છે. કોંગ્રેસમાંથી ઘણા નેતાઓએ રાજીનામાં આપ્યા છે. ત્યારે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસમાં જ રહેવાની સ્પષ્ટતા કરી છે.

ઉલ્લેખનીય છે કે પાટણમાં કિરીટ પટેલ ભાજપમાં જોડાવાની અફવા ફેલાઇ હતી. કિરીટ પટેલ ભાજપ માં જોડાવાની ચર્ચાઓને લઈ રાજકીય ગરમાવો આવ્યો હતો. તે બાબતે કિરીટ પટેલની પ્રતિક્રિયા સામે આવી હતી.

Videos similaires