PM મોદીનો ઝંઝાવત ચૂંટણી પ્રચાર: 160 બેઠકો માટે કરશે ધુંઆધાર પ્રચાર

2022-11-12 249

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એકબાજુ તમામ પક્ષો ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. તો બીજીબાજુ તમામ પક્ષો હવે ઝંઝાવાત ચૂંટણી પ્રચારની તૈયારીમાં લાગી ગયા છે. ભાજપે સ્ટાર પ્રચારકની યાદીની જાહેરાત કરી દીધી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જેટલી રેલી યોજીને 160 બેઠકો કવર કરે તેવી સંભાવના છે.

વડાપ્રધાન મોદી ગુજરાતમાં ચૂંટણીપ્રચાર અભિયાનનું નેતૃત્વ કરશે. તેઓ લગભગ 25 જેટલી રેલી કરીને 155-160 બેઠકો કવર કરશે એવું સૂત્રોનું કહેવું છે. આ રેલીઓની તારીખોને PMOમાંથી મંજૂરી મળ્યા બાદ અંતિમ રૂપ આપવામાં આવશે. પીએમ મોદી સહિત સ્ટાર પ્રચારકોના નેતૃત્વમાં આ ચૂંટણી રેલીઓ આગામી સપ્તાહથી શરૂ થાય એવી સંભાવના છે. પીએમ મોદી ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતનો પ્રવાસ કરશે.