વિરમગામથી ભાજપે જેને ટિકિટ આપી છે તે પાટીદાર નેતા હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને શરતો સાથે આગામી એક વર્ષ માટે મહેસાણામાં પ્રવેશવાની મંજૂરી આપી છે. 2015ના પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલ હાર્દિક પટેલ કોર્ટના પ્રતિબંધના કારણે લાંબા સમયથી મહેસાણા જઈ શક્યો ન હતો. મહેસાણામાં પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસા બાદ કોર્ટે તેમના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો. હાર્દિક પટેલનો મહેસાણાનો મામલો ભારે મુશ્કેલી સર્જી રહ્યો હતો. ભાજપ તરફથી ટિકિટ મળ્યા બાદ હવે હાર્દિક પટેલને હાઈકોર્ટમાંથી સારા સમાચાર મળ્યા છે. કોર્ટની મંજૂરી બાદ હવે હાર્દિક મહેસાણા જિલ્લામાં જઈ શકશે.