ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારી છે. વડોદરામાં ભાજપમાં ટિકિટ વહેચણી બાદ વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા જિલ્લાની ભાજપની વધુ એક બેઠક પર બળવાના એંધાણ દેખાઇ રહ્યા છે. વાઘોડિયા અને પાદરા બાદ હવે ભાજપમાં કરજણ બેઠક પર બળવાની સ્થિતિ જોવા મળી રહી છે. કરજણના પૂર્વ MLA સતીષ નિશાળીયાની ટિકિટ વહેચણીને લઈ નારાજગી જોવા મળી રહી છે.