કોંગ્રેસ NCP સાથે મળી સરકાર બનાવશેઃ જગદીશ ઠાકોર

2022-11-11 274

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસે ગતરોજ 46 ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું છે. જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી વચ્ચેની બેઠક સફળ સાબિત થઈ છે. બંને પક્ષો વચ્ચે ત્રણ બેઠક માટે ગઠબંધન થયું છે. જેમાં ઉમરેઠ, દેવગઢ બારિયા અને નરોડા બેઠકોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ અને એનસીપીના આ ગઠબંધનથી ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયાની બેઠકો એનસીપીને ફાળવવામાં આવી છે.

Videos similaires