ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, તેઓને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી હતી.