કોણ છે કેમ્પેગૌડા જેમની પ્રતિમાને લઇને કર્ણાટકમાં થઇ રહ્યો છે સંગ્રામ

2022-11-11 303

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગ્લોરમાં છે. તેઓ અહીં બેંગલુરુના સ્થાપક નાદપ્રભુ કેમ્પેગૌડાની પ્રતિમાનું અનાવરણ કરશે. કાંસાની બનેલી આ મૂર્તિ 108 ફૂટ ઊંચી છે. પ્રતિમા ઉપરાંત પીએમ મોદી અહીં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું પણ ઉદ્ઘાટન કરશે. તેની કિંમત લગભગ 5 હજાર કરોડ રૂપિયા છે.
વડાપ્રધાન મોદીની આ મુલાકાત રાજકીય દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે કર્ણાટકમાં 5 મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.