ભારતને આજે પાંચમી વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી (11 નવેમ્બર) દક્ષિણ ભારતની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી છે. આ દેશની પાંચમી અને દક્ષિણ ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેન છે. ચેન્નાઈ મૈસૂર વંદે ભારતની ટ્રાયલ રન ચેન્નાઈના એમજી રામચંદ્રન સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી શરૂ થઈ છે. રેલવે મંત્રાલય દ્વારા વંદે ભારત ટ્રેનના ટ્રાયલ રનનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.
પાંચમી વંદે ભારત ટ્રેન ક્યાં ક્યાં ઉભી રહેશે