સુરતમાં પોલીસ કમિશનર કચેરીમાં બે મહિલાઓએ સામસામે પથ્થરમારો કર્યો

2022-11-09 633

સુરતમાં પોલીસ કમિશનર કચેરીમાં બે મહિલાઓ બાખડી હતી. જેમાં બે મહિલાઓએ સામસામે પથ્થર મારો કર્યો હતો. પોલીસની હાજરીમાં જ બે મહિલાઓ વચ્ચે મારામારી થઇ હતી.

તેમજ મહિલા કોન્સ્ટેબલ ન હોવાથી પોલીસ કંઈ ન કરી શકી. તથા પોલીસ કમિશનર ઓફિસની અંદર જ મારામારી થતા લોકોના ટોળા જોવા ઉમટ્યા હતા.