ઈતિહાસ સાથે છેડછાડ કરવા બદલ મહારાષ્ટ્રના પુણે અને થાણેમાં સોમવારે મરાઠી ફિલ્મ 'હર હર મહાદેવ' વિરુદ્ધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા, ત્યારબાદ ફિલ્મનું પ્રદર્શન અટકાવી દેવામાં આવ્યું હતું. પુણે શહેરમાં, મરાઠા સંગઠનના સભ્યોએ ફિલ્મના શોમાં વિક્ષેપ પાડ્યો હતો, જ્યારે થાણેમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડની આગેવાની હેઠળના પક્ષના કાર્યકરોએ કથિત રીતે સિનેમા હોલમાં ફિલ્મનું પ્રદર્શન અટકાવ્યું હતું. સિનેમા બંધ કરતી વખતે જ્યારે એક દર્શકે તેની ટિકિટના પૈસા માગ્યા ત્યારે એનસીપીના કાર્યકરોએ તેને માર માર્યો હતો.