સુકેશ ચંદ્રશેખરે LG ને ફરી લખ્યો પત્ર, કહ્યુ સત્યેન્દ્ર જૈનની ધમકીઓથી પરેશાન

2022-11-08 1

મની લોન્ડરિંગ અને છેતરપિંડીના આરોપમાં મંડોલી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે સોમવારે ફરી એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર સીધો સવાલ કર્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે બિનજરૂરી નિવેદનો કરીને મુદ્દાને વાળવાને બદલે તેમના પ્રશ્નોના સીધા જવાબો આપવા જોઈએ.
સુકેશ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો કે તેણે જેલ પ્રશાસન અને દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની ધમકીઓ અને દબાણને કારણે કાયદાનો સહારો લેવાનું યોગ્ય માન્યું છે. લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખવા માટે કોઈએ ક્યાંયથી દબાણ કર્યું નથી.