ટીમ ઈન્ડિયા 10 નવેમ્બરે T-20 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્માને જમણા હાથમાં ઈજા થઈ હતી. જોકે, ઈજા એટલી ગંભીર નહોતી. થોડા સમય પછી તે ફરીથી બેટિંગ પ્રેક્ટિસ કરવા માટે નીચે આવ્યો.
પ્રેક્ટિસ ફરી શરૂ કરી
ઈજા બાદ રોહિત શર્મા થોડા સમય માટે મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. જોકે, થોડા સમય બાદ તે ફરીથી નેટ પર પ્રેક્ટિસ કરવા માટે બહાર આવ્યો અને તેણે બેટિંગ કરી.
ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલ
10 નવેમ્બરે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. T-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાને ગ્રુપ Bમાંથી સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો ગ્રુપ Aમાંથી પહોંચી ગઈ છે. પ્રથમ સેમિફાઇનલ 9 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે.