દેશભરમાં દરરોજ હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. હવે ઉત્તરના રાજ્યોમાં ઠંડી વધવા લાગી છે. નવેમ્બરના બીજા સપ્તાહમાં ઘણા રાજ્યોમાં ઠંડીનો વધારો જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી એકવાર સક્રિય થયું હતું. દેશના ઉત્તરીય રાજ્યમાં હવામાન બગડી શકે છે. તેની અસર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળે તેવી શક્યતા છે.