ટેક્નિકલ ખામીના કારણે પુણેથી બેંગ્લોર જતી એર એશિયાની ફ્લાઈટ ટેકઓફ થઈ શકી ન હતી. એર એશિયા ઈન્ડિયાની ફ્લાઈટ i5-1427 ટેક્નિકલ ખામીના કારણે રદ્દ કરવી પડી હતી. પ્લેનને રનવે પરથી પાછા ફરવું પડ્યું હતું. એરલાઇન કંપનીએ વિલંબ માટે મુસાફરોની માફી માંગી છે.
એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું કે એર એશિયા ઈન્ડિયાની ફ્લાઈટ i5-1427 પુણેથી બેંગ્લોર જઈ રહી હતી. પરંતુ ટેક્નિકલ ખામીના કારણે ટેક-ઓફ કેન્સલ કરવું પડ્યું હતું.આ વિમાનમાં 180 લોકો સવાર હતા.