ભરતસિંહ સોલંકી પર શહી ફેંક્યા બાદ પોલીસે રોમીન સુથારની ધરપકડ કરી હતી. રોબીને મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, મારા પિતા વર્ષોથી એલીસબ્રીજ વિધાનસભાના સક્રિય કાર્યકર છે. આ બેઠક માટે મારા પિતા યોગ્ય ઉમેદવાર છે. ભરતસિંહ સોલંકીનો વિરોધ જરૂરી છે કેમ કે ભરતસિંહ સોલંકી કેટલાય વર્ષોથી ગ્રુપ બનાવી રહ્યા છે. ભરતસિંહ સોલંકી BJP ની B ટીમ બનીને કામ કરે છે.