PM મોદીના નેતૃત્વમાં વિકાસે ગતી પકડી: CM

2022-11-06 180

વલસાડના નાના પૌઢામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી સભા યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારે કરેલા વિકાસ કામોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે PM મોદીના નેતૃત્વમાં વિકાસે ગતી પકડી છે. ભાજપે બધા સમાજોને સાથે રાખીને વિકાસકાર્યો કર્યા છે. આદિવાસીઓને ઘરે શિક્ષણ અને તબીબી સેવા મળે છે. છેવાડાના ગામ સુધી ઈન્ટરનેટ કનેક્શન અપાયું છે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકા મકાનો આપ્યા છે. પીવાના અને સિંચાઈના પાણીની સુવિધાઓ પહોંચાડી છે.