આજે પીએમ મોદી વલસાડના કપરાડાથી ભાજપનો ચૂંટણી પ્રચાર કરશે. નાનાપોંઢામાં જનસભાનું સંબોધન કરશે અને આ પછી ભાવનગરમાં સર્વજ્ઞાતીય લગ્નોત્સવમાં હાજરી આપશે. આ સિવાય કોંગ્રેસના રાહુલ ગાંધી 10 નવેમ્બરે ગુજરાતમાં આવશે અને ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. તેઓ વડોદરામાં રોડ શોનું આયોજન કરશે. આ સિવાય અશોક ગહેલોત અને શક્તિસિંહ પણ ભાવનગર અને મધ્ય ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત.આ સિવાય અમિત શાહે કહ્યું છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજી પાર્ટી ફાવી નથી અને ફાવશે પણ નહીં. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.