ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે. દરેક પક્ષો પ્રચાર પ્રસારમાં જોડાઈ ગયા છે. ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાત આવશે. 10 નવેમ્બરે રાહુલ ગાંધી ગુજરાત પ્રચાર માટે આવશે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રાહુલ ગાંધીનો રોડ શો યોજાશે. વડોદરામાં રાહુલ ગાંધી રોડ શો કરશે તેમજ દક્ષિણ ગુજરાતમાં જાહેરસભાને સંબોધન પણ કરશે.