તુષાર ચૌધરી ઉત્તર ગુજરાતમાંથી ચૂંટણી લડશે

2022-11-05 455

કોંગ્રેસના કદાવર નેતા તુષાર ચૌધરી ઉત્તર ગુજરાતમાંથી ચૂંટણી લડશે. તુષાર ચૌધરીએ ખેડબ્રહ્મા બેઠક પરથી ટિકિટ માંગી છે. પિતા અમરસિંહ ચૌધરીના રસ્તે ચાલશે તુષાર ચૌધરી. અમરસિંહ ચૌધરી પણ ખેડબ્રહ્મા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 1995, 1998 વિધાનસભા ચૂંટણીમાં અમરસિંહ ખેડબ્રહ્માથી જીત્યા હતા. તુષાર ચૌધરી ખેડબ્રહ્મા બેઠક પર પ્રબળ દાવેદાર હોવાથી ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરીની ટિકિટ મળી શકે છે.