કોંગ્રેસ પાર્ટીએ ૧૬૯ વિધાનસભા બેઠક પર પન્નાબેન પટેલને આપી ટિકિટ

2022-11-05 671

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. દરેક પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. કોંગ્રસ દ્વારા સુરત જિલ્લામાં પણ ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. કોંગ્રેસ પાર્ટીએ ૧૬૯ વિધાનસભા બેઠક પર પન્નાબેન પટેલને ટિકિટ આપી છે. પન્નાબેન પટેલને ટિકિટ મળતાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પન્નાબેન પટેલ કોંગ્રેસે મેનીફેસ્ટોમાં જાહેર કરેલ ૧૦ મુદ્દાઓને લઈ જનતા પાસે મત માંગવા જશે. તેમણે ટિકિટ મળતા જીતનો દાવો કર્યો છે.

Videos similaires