ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઇ ગઇ છે. તમામ રાજકીય પક્ષો પોતાપોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે ભાજપમાં આજે ઉમેદવારોની પસંદગી માટેનો આજે અંતિમ દિવસ છે. તેની પહેલાં જ સી.આર.પાટીલે ઉમેદવારોની પસંદગીને લઇને મોટું નિવેદન આપ્યું છે. CR પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે ભાજપના નેતાઓના કોઈપણ સગાને ટિકિટ નહીં મળે, ધારાસભ્ય, સાંસદ કે પૂર્વમંત્રી હોય. તેમજ 75 વર્ષની ઉપરના કોઇપણ નેતાને ટિકિટ મળશે નહીં.
આજે ભાજપના ઉમેદવારોની પસંદગીનો અંતિમ દિવસ
આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારબાદ હવે તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો અંતિમ દિવસ છે.