કર્ણાટકના બિદરમાં ભયંકર અકસ્માત, રિક્ષા-ટ્ર્કની ટક્કરમાં 7 મહિલાઓના મોત

2022-11-05 178

છેલ્લા કેટલાયે સમયથી અકસ્માતની વણઝાર શરૂ થઇ ગઇ છે. હાલ આવા જ સમાચાર મળ્યા છે જ્યાં કર્ણાટકના બીદરમાં 7 મહિલાઓના મોત થયા છે. શુક્રવારે મોડી રાત્રે બિદરના ચિત્તગુપ્પા તાલુકામાં એક ગામમાં ઓટો રિક્ષા અને ટ્રક વચ્ચેની અથડામણમાં સાત મહિલાઓના કમકમાટી ભર્યા મોત થયા હતા અને અન્ય 11 લોકો ઘાયલ થયા હતા. આ મહિલાઓ મજૂર હતી અને કામ પતાવી ઓટો રિક્ષા દ્વારા ઘરે પરત ફરી રહી હતી. બરમલખેડા સરકારી શાળા પાસે ઓટો રીક્ષા ટ્રક સાથે ઘડાકાભેર અથડાઈ હતી.

Videos similaires