આચારસંહિતા લાગુ થયા બાદ નાણાં વિભાગના અધિકારીઓની બદલી થતાં વિવાદ

2022-11-05 898

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની તારીખો જાહેર થઇ ગઇ છે. ત્યારબાદ રાજ્યના નાણાં વિભાગમાં બદલી-બઢતીના ઓર્ડર પર પ્રશ્નો ઉઠ્યા છે.

૩ નવેમ્બરે આચારસંહિતા લાગુ થઈ ગઈ હોવા છતાં 4 નવેમ્બરે અધિકારીઓની બદલ કરાઇ છે. નાણાં વિભાગમાં 7 અધિકારીઓની બદલી તેમજ બઢતીને લઇને પ્રશ્નો ઉઠયા છે. આચારસંહિતા લાગુ હોવા છતાં નાણાં વિભાગના નાયબ સચિવ સપના રાણાએ ઓર્ડર કરતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

Videos similaires