ઈન્દ્રનીલ રાજ્યગુરૂની કોંગ્રેસમાં ઘર વાપસી

2022-11-04 1,821

સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને બહુ મોટો ફટકો લાગ્યો છે, સૌરાષ્ટ્રના કદાવર નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ફરી કોંગ્રેસમાં સામેલ થયા છે. થોડા મહિના પહેલા જ ઈન્દ્રનીલ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા શર્મા, જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાએ ઈન્દ્રનીલ રાજગુરૂને કોંગ્રેસનો કેસ પહેરાવીને પુન: સ્વાગત કર્યુ હતું.