સુરતના સચિન ગોડાઉન પરથી સરકારી અનાજ સગેવગે કરવાનું કારસ્તાન સામે આવ્યું હતું. આ કૌભાંડમાં સચિન ગોડાઉનના મેનેજર પ્રિતિ ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ફરજમાં બેદરકારી દાખવવામાં આવતા સસ્પેન્ડ કરાયા હતા. આ કૌભાંડ મામલે ગાંધીનગરની ટીમની તપાસ પૂર્ણ થઈ છે. આ તપાસનો રિપોર્ટ નિયામકને સબમિટ કરાશે. કરોડોના સરકારી અનાજ કૌભાંડની તપાસ માટે આવેલી ગાંધીનગરની ટીમની તપાસ સતત પાંચ દિવસ ચાલી હતી.