વડોદરા ભાજપમાં ટિકિટ માટેની ખેંચતાણ પ્રદેશ સુધી પહોંચી

2022-11-04 674

વડોદરા ભાજપમાં ટિકિટ માટે આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. આ મામલો પ્રદેશ સુધી પહોંચ્યો હતો. ગ્રામ્યની પાંચ બેઠક ઉપર બળવાખોરોએ ચિંતા વધારી છે. તથા કરજણ અને વાઘોડિયા બેઠક માથાનો દુઃખાવો બની છે. કરજણ બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અક્ષર પટેલ ધારાસભ્ય છે. ગત ચૂંટણીમાં ભાજપે પાંચમાંથી 3 બેઠકો જીતી હતી. કરજણ અને પાદરા બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. ભાજપના નિરીક્ષકો જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક કરશે. પ્રભારી, સાંસદ અને હોદ્દેદારો ત્રણ નામની પેનલ તૈયાર કરશે અને ત્યારબાદ પેનલ તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરીને મોકલાશે.