પાલનપુરના ખેમરાજિયામાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ

2022-11-04 264

પાલનપુરના ખેમરાજિયામાં 3 વર્ષની બોળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. બાળકીને ખેમરાજિયાની શાળામાં લઈ જઈ ગામના જ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની ચીસ સાંભળીને માતા દોડી આવતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. બેભાન હાલતમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ ઘટના 1 નવેમ્બરે બની હતી ત્યારે પોલીસે આજે FIR દાખલ કરી છે. પાલનપુર તાલુકા પોલીસ મથકે દુષ્કર્મ મામલે આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. પીડિત 3 વર્ષીય બાળકી હાલ પાલનપુર સિવિલના ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ છે.

Videos similaires