ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે. બંને પડોશી દેશો એકબીજાનાં કટ્ટર દુશ્મન છે. નોર્થ કોરિયાએ શુક્રવારે 4 કલાકનાં ગાળામાં દક્ષિણ કોરિયા તરફ તેનાં 180 જેટ ફાઈટર મોકલીને સાઉથ કોરિયા અને અમેરિકાને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. નોર્થ કોરિયાનાં આ શક્તિ પ્રદર્શનનો દક્ષિણ કોરિયાએ પણ મજબૂત જવાબ આપ્યો હતો તેણે નોર્થ કોરિયા તરફ તેનાં સૌથી ઘાતક F-35 સહિત 80 ફાઈટર જેટ ઉડાડયા હતા. આને કારણે કોરિયા દ્વીપકલ્પમાં તંગદિલી સર્જાઈ હતી. આમ બંને દેશોની સરહદો પર કુલ 260 જેટ ફાઈટરોની ઉડાનો જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.