કપરાડા ખાતે PM બન્યા બાદ પહેલીવાર નરેન્દ્ર મોદી મુલાકાત લેશે

2022-11-04 194

વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો બહુલ આદિવાસી વિસ્તાર તરીકે ગણાય છે. અહીંના ધારાસભ્ય જીતુ ચૌધરી રાજ્યના નર્મદા અને કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા બાદ 6 નવેમ્બરે દેશના વડા પ્રધાનની પહેલી રાજકીય સભા ગણી શકાય જે કપરાડાના નાનાપોઢા ખાતે યોજાશે. જેને લઈ પોલીસ વિભાગ અને ભારતીય જનતા પાર્ટી તૈયારીમાં જોતરાયું છે. ત્યારે સમગ્ર જિલ્લા ભરના ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર ઉઠી છે. વડાપ્રધાન ના આગમનને લઈ 50,000થી વધુની જનમેદનીને સંબોધન કરશે. વડાપ્રધાન રાજ્યની ચૂંટણીનો પ્રચારનો પ્રારંભ કરાવશે. જેને લઈ સમગ્ર જિલ્લાભરમાંથી અને આજુબાજુના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકોને આવવા આહવાન કરાયું છે. સભાને હવે બે દિવસ બાકી રહ્યા છે જેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Videos similaires