મોરબી બ્રીજ દુર્ઘટના કેસમાં પોલીસની તપાસ તેજ થઇ ગઇ છે. ઓરેવા કંપનીના મેનેજીંગ ડાયરેકટર (MD) જયસુખ પટેલ ભૂગર્ભમાં જતા રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જયસુખ પટેલનું મોબાઇલ લોકેશન મળી ગયું છે. જયસુખ પટેલ હરિદ્વારમાં છુપાયો હોવાની ચર્ચા છે. મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમ હરિદ્વાર પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે દુર્ઘટના બાદથી ઓરેવા કંપનીના MD જયસુખ પટેલ ફરાર છે. ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં 136 લોકોના મૃત્યુ થયા હતા. બ્રિજની જવાબદારી કોન્ટ્રાક્ટ મારફતે ઓરેવા કંપનીને અપાઇ હતી.