ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે ફરી એકવાર સાયબર ઠગ સક્રિય થઇ ગયા છે. વડોદરામાં કોંગ્રેસના નેતાને રાહુલ ગાંધીના PAના નામ પર ફોન આવ્યો અને તેમની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને કોલ આવ્યો કે તમારે વિધાનસભાની ટિકિટ જોઇતી હોય તો તમારે પૈસા આપવા પડશે કહીને નાણાં ખંખેરવાનો પ્રયાસ કર્યો.
કોંગ્રેસના બંને નેતાઓએ સાયબ ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી
માત્ર ચંદ્રકાંત શ્રીવાસ્તવ જ નહીં અગાઉ સત્યજીત ગાયકવાડને પણ ફેક ફોન આવ્યો હતો. રાહુલ ગાંધીના PA કનિષ્ક સિંહના નામે કોંગ્રેસ નેતાઓ પર નાણાંની માંગણી કરતો કોલ આવતા બંનેએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.