મધ્યપ્રદેશના બેતુલ પરતવાડા રોડ પર બસ અને ટવેરા વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. ટવેરામાં સવાર 11 લોકોના મોત થયા હતા. 7ના મૃતદેહને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યો હતા. ટવેરાને કાપીને 4 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તમામ મૃતક મજૂરો હોવાનું જણાય છે. આ ઘટના ઝાલર પોલીસ સ્ટેશનથી એક કિલોમીટર દૂર ગુડગાંવ પાસે બની હતી.