એક પછી એક થતા અકસ્માતોએ હચમચાવી દીધા છે, ગંભીર અને ગોજારા અકસ્માત અટકવાનું નામ નથી લઇ રહ્યા. યાત્રાધામ ઓમકારેશ્વરમાં ગુરુવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે સુરતના ભક્તોથી ભરેલી બોટ ઓમકારેશ્વર ડેમ પાસે પલટી ગઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં માતા-પુત્રના મોત થયા હતા. ખરેખર બોટ સંચાલકો યાત્રાળુઓના જીવ સાથે રમત રમી રહ્યા છે. પ્રતિબંધિત વિસ્તારોમાં બોટ લઈ જવાની મનાઈ છે, પરંતુ પૈસાના લોભમાં ખલાસીઓ યાત્રાળુઓને જોખમી સ્થળોએ લઈ જઈ રહ્યા છે, જે જીવલેણ સાબિત થઈ રહ્યું છે.