ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જોડાશે રાહુલ અને પ્રિયંકા ગાંધી

2022-11-03 212

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જોડાશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘી અને પ્રિયંકા ગાંધી આગામી સમયમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. પ્રવાસની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કોંગ્રેસમા સિનિયર નેતાઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને લઈ કોંગ્રેસની પરિવર્તન યાત્રામાંથી સમય કાઢી રાહુલ ગાંધી ગુજરાતમાં બે દિવસનો પ્રવાસ કરશે.

Videos similaires