ભારતે પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન પર થયેલા ફાયરિંગ મુદ્દે પ્રતિક્રિયા આપી

2022-11-03 1,525

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન ગુરુવારે રેલીમાં થયેલા ફાયરિંગમાં ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર ફાયરિંગમાં ઈમરાનને પગમાં ઈજા થઈ છે. અહેવાલો અનુસાર હુમલાખોરે ઘણી ગોળીઓ ચલાવી હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય ઘાયલ છે. ઇમરાનની પાર્ટીએ તેને પૂર્વ પીએમની હત્યાનો પ્રયાસ ગણાવ્યો છે. ઈમરાન પર થયેલા ગોળીબાર પર પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે સામે આવી જ્યારે હું આ બ્રીફિંગ માટે આવી રહ્યો હતો. અમે આ મામલા પર નજર રાખી રહ્યા છીએ. અમે ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ.

Videos similaires