આજે 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે. બિહારમાં મોકામા, ગોપલગંજ બેઠક પર પેટાચૂંટણી તેલંગાણા, હરિયાણા અને ઉત્તરપ્રદેશની એક એક બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. ભાજપ માટે પોતાનો દબદબો યથાવત રાખવાનો પડકાર છે. બિહારમાં નિતીશ તેજસ્વીના ગઠબંધન સામે ભાજપની સીધી ટક્કર જોવા મળશે. 6 નવેમ્બરે આ પેટાચૂંટણીના પરિણામ આવશે.