ગુજરાતમાં લોકોની આતુરતાનો અંત આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી મતદારોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકોએ ભાજપ પર અઢળક પ્રેમ દર્શાવ્યો છે, ફરી એકવાર કમળ ખિલશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે.