બરોડા ડેરીએ વર્ષમાં બીજી વખત દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો છે. સાત મહિના બાદ ફરી વખત દૂધ ઉત્પાદકોને ભાવ વધારો આપવામાં આવ્યો છે. દૂધનો કિલો ફેટનો ભાવ રૂપિયા ₹40 વધારી ₹750 કરાયો છે. આ વધારાથી વડોદરા જિલ્લાના બે લાખ દૂધ ઉત્પાદકોને રૂપિયા 53 કરોડનો ફાયદો થશે. 11 નવેમ્બરથી ભાવ વધારો અમલી બનશે. કિલો ફેટે દૂધના ખરીદ ભાવમાં વધારો થતાં દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.