ભાજપને હરાવવા તમામ પાર્ટીનો સહારો લેવા તૈયાર: ભરતસિંહ સોલંકી

2022-11-03 370

રાધનપુરમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ શંકરસિંહ વાઘેલાના પુત્રની ઘર વાપસી વિશે પૂછતાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જમાવ્યું હતું કે આ લડાઈ વિચારધારાની છે. ભાજપને હરાવવા કોઈપણ પાર્ટી સાથે જોડાવવા કોંગ્રેસ તૈયાર છે. વધુમાં જણાવ્યું હતું કે ભાજપને હરાવવા આપ પાર્ટી કોંગ્રેસ સાથે જોડાય તો પણ અમે સ્વીકારીશું. પ્રજાના રક્ષણ માટે અને ભાજપને હરાવવા માટે તમામ પાર્ટીઓનો ટેકો લેવા તૈયાર છીએ. આ ઉપરાંત તેમણે ભાજપને કોમવાદી પાર્ટી ગણાવી હતી.