અમિત શાહની હાજરીમાં આજથી 182 ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થશે

2022-11-02 799

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે ત્યારે ભાજપે જાન્યુઆરી-2022માં જાહેર કરેલા સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડનું નામ બદલીને 'ચૂંટણી પસંદગી સમિતિ' કર્યુ છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે ઉમેદવારોના નામો નક્કી કરવા ગુરૂવારથી સળંગ ત્રણ દિવસ માટે આ સમિતિ કમ સ્ટેટ બોર્ડની બેઠકો શરૂ થવા જઈ રહી છે. જ્યાં ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં એક એક બેઠક માટે નિરીક્ષકોના અહેવાલોના આધારે જીતે તેવા ઉમેદવારોના નામો અલગ તારવીને છઠ્ઠી અને સાતમી નવેમ્બરે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામા આવશે.

Videos similaires