સુરતના સારોલીમાં 1 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, 1ની અટકાયત

2022-11-02 794

રાજ્યમાં ડ્રગ્સની બદી દિવસેને દિવસે વધતી જતી હોય તેમ ડ્રગ્સ ઝડપાઈ જવાની ઘટનાઓ પણ વધતી જોવા મળી રહી છે, ત્યારે આજે સુરતમાં MD ડ્રગ્સ જપ્ત કરાયાની ઘટના સામે આવી છે. સુરતના સારોલીમાં એક કરોડનું MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઘટનામાં એકની ધરપકડ કરવામાં આવી છે. નિયોલ ચેકપોસ્ટ પાસે ડ્રગ્સ સાથે એકની અટકાયત કરવામાં આવી છે. આરોપી મુંબઈથી સુરત લક્ઝરી બસમાં આવતો હતો, ત્યારે MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ ડ્રગ્સ જપ્ત કરવામાં સારોલી પોલીસને સફળતા મળી હતી. પોલીસે આ ઘટનામાં 1 કરોડના MD ડ્રગના મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.