મોરબીમાં રવિવવારે સાંજે સર્જાયેલી ઝૂલતા પુલની દુર્ઘટનામાં 136 લોકોએ જીવ ખોયા છે. આ દુર્ઘટનાના મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા રાજ્યભરમાં શોક જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈ આજે વિધાનસભા, મુખ્યમંત્રી કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-1 સહિતની જગ્યાઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજ્ય સરકારના તમામ મનોરંજન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. અમદાવાદના ટાગોર હોલ ખાતે શોક સભા યોજાશે. આ શોક સભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.